એક્ટિવ કેસ વધતાં કોરોના રિકવરી રેટમાં ફરી ઘટાડાનો દોર

ભુજ, તા. 20 : મે માસથી શરૂ થયેલો કોરોના પોઝિટિવ કેસ વધવાનો સિલસિલો સપ્ટેમ્બર માસમાં અવિરત રીતે જારી રહ્યો હોય તેમ અત્યાર સુધી આ માસમાં 389 જેટલા પોઝિટિવ કેસ નોંધાવવા સાથે હવે એકટીવ કેસોનું પ્રમાણ વકરતું જતું જોવા મળી રહ્યું છે.એકટીવ કેસની સંખ્યા વધવા સાથે કોરોના રિકવરી રેટ પણ સતત ઘટતો જતો જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગમાંથી સત્તાવાર રીતે જાણવા મળેલી આંકડાકીય વિગતો અનુસાર પખવાડિયા પૂર્વ કોરોનાનો રિકવરી રેટ 80 ટકાની નજીક પહોંચી ગયો હતો પણ છેલ્લા પખવાડિયા દરમિયાન જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે તેની  તુલનાએ કોરોનાને મહાત આપનાર દર્દીઓની સંખ્યા ઘટતાં તેની સીધી અસર રિકવરી રેટ પર પડી  છે હાલની સ્થિતિ ચાકસીએ તો  જિલ્લાનો કોરોના કિરવરી રેટ લગભગ પાંચ ટકા જેટલો ઘટીને 75 ટકાના આંકે આવીને અટક્યો છે. 1 લી સપ્ટેમ્બરે જિલ્લામાં કોરોનાના એકટીવ કેસ 252 હતા તે હાલની સ્થિતિએ વધીને 329 થતાં 15 ટકાના આંકે પહોંચી ગયેલા કોરોનાના એકટીવ કેસ ફરી વધીને  20 ટકાના આંકની નજીક પહોંચી ગયો છે. તંત્રના ચોપડે સત્તાવાર રીતે મૃતાંક 56 પર અટકેલો રહેતાં મૃત્યુદર 3.25 ટકાના આંકે આવીને અટકેલો છે. આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા જાણકારોનું માનીએ તો જિલ્લાનો  રિકવરી રેટ વધી રહ્યો હતો પણ એકાએક તેના પર બ્રેક લાગી ગઇ હેય તેવી સ્થિતિનું અત્યારના તબક્કે સર્જન થતું હોય એવું દેખાઇ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer