ટ્રાફિક પોલીસને કાગળો બતાવવા ઉતર્યા અને ગાંધીધામમાં વાહનની થઈ તસ્કરી

ગાંધીધામ,તા.21:શહેરમાં આરતી હોટેલ પાસે ટ્રાફિક પોલીસે બોલેરો રોકાવી હતી. જેનો ચાલક વાહનના કાગળિયા પોલીસને બતાવવા જતો હતો તેવામાં કોઈ અજાણ્યા શખ્સોએ રૂા. 2,65,370ના આ વાહનની ચોરી કરી  નાસી ગયા હતા. અંતરજાળના મોમાય નગરમાં  રહેતા અને વેલજી પી. એન્ડ સન્સમાં નોકરી કરતા કાના જીવાભાઈ આહીર નામના આધેડે ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી.  આ  ફરિયાદી અને કાનજી વેલજીભાઈ શહેરના એસ્સાર પેટ્રોલ પમ્પ પર આવ્યા હતા. એક  બેરલમાં  200 લિટર ડીઝલ કિંમત. રૂ. 15,370 ભરાવી  આ બન્ને   આઈ.ઓ.સી પાછળ શાંતિલાલ  ગોદામમાં કામ ચાલુ હતું ત્યાં જવાના હતા. દરમ્યાન આરતી હોટેલ નજીક ટ્રાફિક પોલીસે તેમને રોકાવ્યા હતા. ચાલક એવા ફરિયાદીએ થોડે આગળ વાહન ચાલુ   રાખી સાઈડની લાઈટ   ચાલુ  રાખી  આ   બે  લોકો કાગળિયા  લઈને ટ્રાફિક પોલીસ પાસે આવ્યા હતા.  આ બન્ને  ટ્રાફિક પોલીસને વાહનના કાગળિયા બતાવીને પરત જતાં કોઈ શખ્સોએ  રૂા.2,50,000ની બોલેરો અને  તથા 15,370ના ડીઝલની  ચોરી કરી હોવાનું  બહાર  આવ્યું હતું.  પલવારમાં   ધમધમતા વિસ્તારમાંથી પોલીસની નજર સામેથી  બોલેરો અને ડીઝલ ચોરીના આ બનાવથી   ભારે ચકચાર પ્રસરી  હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer