29મીના જિ.પં.ની ખાસ સામાન્ય સભા યોજાશે

ભુજ, તા. 21 : મંગળવાર તા. 29/9ના સવારે 11.30 કલાકે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાશે.જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ અલજી સોઢાના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ બેઠકમાં પંચાયતી સમિતિઓની સભાઓની કાર્યવાહી નોંધીને બહાલી આપવા, સ્ટેમ્પ ડયુટી, રોયલ્ટી શેષ ગ્રાન્ટમાંથી મંજૂર થયેલાં વિકાસકામોમાં ફેરફારને બહાલી સહિતના એજન્ડાઓ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer