ભુજ-મુંબઈ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરવા સાંસદની રજૂઆત

નવી દિલ્હી, તા. 21 : તા. 20/9ના લોકસભા ચોમાસુ સત્રમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ઝીરો અવર્સમાં લોકડાઉન સમયગાળામાં ભુજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન સેવાઓ બંધ થઈ ગઈ છે. તેમાં લોકો અને જનપ્રતિનિધિઓની માગણીથી લઈ આર્થિક નગરી મુંબઈ-ભુજ વચ્ચે 1 ટ્રેન સયાજીનગરી શરૂ કરવામાં આવનારી  છે તેને આવકારવા સરકાર અને રેલ મંત્રાલયને અભિનંદન. કચ્છથી દિલ્હી વચ્ચે માત્ર એક જ ટ્રેન ભુજ-બરેલી ચાલુ હતી. હવે ફરી તે ટ્રેન સાથે અન્ય એક દુરાન્તો જેવી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવી તથા ભુજ-મુંબઈ વચ્ચે પણ સુપરફાસ્ટ ટ્રેન કાયમી ધોરણે શરૂ કરવા રજૂઆત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer