જી.કે. જનરલ હોસ્પિટલમાં ફ્લુ ઓપીડી ગ્રાઉન્ડ ફ્લોર પર લવાઈ

ભુજ, તા. 21 : જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે આવતા દર્દીઓની સુવિધા માટે ફ્લુ ઓપીડી બીજા માળેથી નીચે બેઝમેન્ટની બાજુમાં ચાર રૂમમાં શરૂ કરાઈ છે. સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે જણાવ્યું કે, રાતદિવસ કાર્યરત રહેનારી આ ફ્લુ ઓપીડીમાં ટેસ્ટ કરાવવા આવનારાને બે માળના પગથિયા નહીં ચડવાં પડે. જો દર્દી પોઝિટિવ આવે અને ઘેર રહીને સારવાર લેવા ઈચ્છે તો તેમની તકલીફ ઓછી હશે તો તે પ્રમાણે છૂટ અપાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer