આજથી કોરોનાનો સર્વે

ભુજ, તા. 21 : આજથી ઘરે ફરીને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોનાનો સર્વે કરવામાં આવશે. વધુ માહિતી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું  હતું કે, કચ્છ જિલ્લામાં આઈ.ઈ.સી. જનજાગૃતિ માટે 1324 આરોગ્ય ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવશે જેમાં લોકોને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જણાયથી સઘન સર્વેક્ષણ દ્વારા સર્વેમાં અલગ યોગ્ય નિદાન કરીને ત્વરિત સારવાર કરવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer