રાપરમાં રોકડની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 21 : રાપરમાં એક આધેડ પાસેથી રોકડા રૂા. 32,000ની ચોરી કરનારા શખ્સને પોલીસે પકડી પાડયો હતો.ગેડીના બાબુ લખમણ સુથાર નામના આધેડ રાપરમાં ખરીદી કરવા આવ્યા હતા. તે દુકાનમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે એક શખ્સે તેમનાં ખિસ્સામાંથી રોકડ રૂપિયાની ચોરી કરી હતી. લોકો સાથે આ આરોપીની ઝપાઝપી થયા બાદ તે નાસી ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી મૂળ ખેડાના ગંધર્ભસિંહ ઉર્ફે બનાસપાલ મજલુસિંહ ચૌહાણ નામના શખ્સને પકડી પાડયો હતો. તેની સાથે અન્ય કોણ કોણ છે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer