કાનમેરમાં 6.1 કિ.મી.ની લંબાઈના નહેરના કામો પૂર્ણ કરી લેવાયાં

ભુજ, તા. 21 : રાપર તાલુકાના કાનમેર ગામને નર્મદાનું પાણી પહોંચાડતી કેનાલ તેમજ જમીન સંપાદન અને ખેડૂતોને મળવાપાત્ર વળતર ચૂકવવા સંદર્ભે રાપર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા કરાયેલી રજૂઆતના પ્રત્યુત્તરમાં કચ્છ શાખા નહેર વર્તુળ-1ના અધીક્ષક ઈજનેરે તમામ કામોની પ્રક્રિયા પ્રગતિ હેઠળ હોવાની વિગત આપી હતી.કાનમેર ગામના કુલ 1038 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવાનું આયોજન છે.  અત્યાર સુધી 6.6642 કિ.મી. પૈકી 6.1 કિ.મી.ની લંબાઈમાં નહેરનું કામ પૂર્ણ થયું છે.નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી કચ્છ શાખા નહેરની સાંકળ 113.087 કિ.મી.ની સાંકળથી ગાગોદર પેટા શાખા નીકળે છે. તેની કુલ લંબાઈ 57.768 કિ.મી.ની છે. ગાગોદર પેટા શાખા નહેરની સાંકળ 44.729 કિ.મી.ની સાંકળથી કાનમેર ડિસ્ટ્રીબ્યુટરી નીકળે છે, જેના દ્વારા ઘાણીથર તથા કાનમેર ગામના કુલ 1038 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશેનેશનલ હાઈવે નં. 42 ઉપર કાનમેર ડિસ્ટ્રીબ્યુટરીની સાંકળ 2.477 કિ.મી. ક્રોસ કરે છે, જે ક્રોસિંગની નેશનલ હાઈવે ઓથોરિટી પાસે મંજૂરીની પ્રક્રિયા પ્રગતિમાં તેમજ આ કામ અંતર્ગતના નક્શા, એસ્ટીમેન્ટ, ટેસ્ટિંગ રિપોર્ટ વગેરેની તમામ કામગીરી કેન્દ્ર સરકારની વાપ્કોસ કંપની દ્વારા ચાલી  રહી  છે. કાનમેર નહેર માટે કુલ 6.9876 હેક્ટર જમીન સંપાદન કરવાની થાય છે, કુલ 55 ખેડૂતો પૈકી 15 ખેડૂતોની જમીન દસ્તાવેજ પ્રક્રિયાથી 2.0949 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે.બાકીની 4.8927 હેક્ટર જમીન એવોર્ડ પદ્ધતિ દ્વારા સંપાદન કરવાની હોઈ એ દરખાસ્ત અધિક કલેક્ટર (અમદાવાદ) પાસે છે, એવોર્ડ જાહેર થતાં જ ખેડૂતોને ચૂકવણી કરવામાં આવશે. ચોમાસા દરમ્યાન 200 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે છતાં પણ નહેરમાં કોઈ નોંધપાત્ર નુકસાન જોવા મળ્યું નથી. કાનમેર નહેરની માઈનોર કુલ લંબાઈ 10.912 કિ.મી.ની તથા સબ માઈનોર 39.288 કિ.મી.ની પાઈપલાઈનની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાંથી નેશનલ હાઈવે ક્રોસિંગ પહેલાં આવતી કુલ 5.235 કિ.મી.ની માઈનોર તથા 10.909 કિ.મી. સબમાઈનોરમાં પાણી વહેવડાવી ગત ખરીફ તથા રવી સિઝનમાં ખેડૂતોને લાભ અપાયો હોવાનું જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer