સાંઘીપુરમની કિશોરીને ધામધમકી કરી રૂપિયા પડાવનારો શખ્સ જબ્બે

સાંઘીપુરમની કિશોરીને ધામધમકી કરી રૂપિયા પડાવનારો શખ્સ જબ્બે
ગાંધીધામ, તા. 20 : લખપત તાલુકાના સાંઘીપુરમની એક કિશોરીને ધાકધમકી કરી બેન્ક ખાતાની વિગતો મેળવી રૂ.26,497 ના વિશ્વાસઘાત પ્રકરણમાં એક શખ્સની અટક કરવામાં આવી હતી. સાંઘીપુરમમાં રહેનારા એક કિશોરીનો ઈન્ટાગ્રામ ઉપર ઉતરપ્રદેશના  અર્જુન ગોર ઉર્ફે પ્રિયાંશ દલીપ રાજમુની શર્મા સાથે થયો હતો. આ  શખ્સે કિશોરીને વાતોમાં ફસાવી   તે નહાતી હોય તેવા  વિડીયોની માંગ કરી હતી. જે કિશોરીએ  મોકલાવી દેતાં આ શખ્સે  ધાકધમકીઓ આપવાનુ શરૂ કર્યું હતું. આ આરોપીએ કિશોરીના પિતાના બેંક ખાતાની વિગતો મેળવી લઈ જુદા-જુદા ખાતામાંથી રૂ. 26,497 ઉપાડી લીધા હતા. બાદમાં કિશોરીના પિતાને  આ વાતની જાણ થતાં  પિતા એવા ફરીયાદીએ  આ શખ્સ સાથે વાત કરતા તેણે  ફરીયાદીને પણ ધામધમકી કરી હતી. આ બનાવ અંગે 25  દિવસ પહેલાં પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. દરમ્યાન નલીયા સર્કલ પી.આઈ અને તેમની ટીમે આ શખ્સને ઉતરપ્રદેશ જઈ પકડી પાડયો હતો. તેને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાશે તેવું પોલીસે જણાવ્યુ હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer