મુન્દ્રાના રીઢા ગુનેગારને ભુજ બી. ડિવિઝન પોલીસ ઝડપી પાડયો

મુન્દ્રાના રીઢા ગુનેગારને ભુજ બી. ડિવિઝન પોલીસ ઝડપી પાડયો
ભુજ , તા. 20: મુન્દ્રામાં તસ્કરી કરનાર શખ્શને ભુજ બી.ડીવીઝનની ટીમે ઝડપી પાડયો હતો. જયારે મુન્દ્રા પોલીસે ચોરાઉ મોબાઈલ સાથે તસ્કરને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભુજ બી.ડીવીઝન પોલીસની સર્વેલન્સની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મુન્દ્રામાં તસ્કરી કરનાર આરોપી ભુજમાં ચોરાઉ મોબાઈલ વેંચવા આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે આરોપી હાજી મામદ ભજીરની પ્રવૃતી ઉપર વોચ રાખી તેને રાઉન્ડઅપ કર્યો હતો. આરોપીની આદરાયેલી સઘન પુછપરછમાં જીન્દાલ કંપનીના મજુરો ગઢવીની વાડીમાં રહે છે ત્યાથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આરોપીના કબ્જામાંથી પોલીસે સેમસંગ કંપનીનો પાંચ હજારની કીમતનો મોબાઈલ ફોન, રૂ. 3 હજારની કીમતના ચાંદીના સિક્કા, લોખંડનો પંજો સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો.બીજી બાજુ મુન્દ્રા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.અદાણી વિલ્માર  કંપની પાસેથી આરોપી નથીનીકુમાર હીરાકુમાર શાહની પોલીસે ધરપકડ કરી હતી. તેના કબ્જામાંથી રેડમી કંપનીનો રૂ.9 હજારની કીમતનો મોબાઈલ ફોન કબ્જે કરાયો હતો. આ ફોનની તેણે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer