લોકડાઉનની અસર: રોહિત સહિતના ભારતીય ખેલાડીઓની ફાંદ નીકળી

નવી દિલ્હી, તા.20: કોરોના મહામારી વચ્ચે યુએઇની ધરતી પર આઇપીએલનો પ્રારંભ થઇ ચૂકયો છે. પહેલા મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે સતત પાંચ મેચમાં હાર સહન કરનાર ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે આખરી ઓવરમાં રોમાંચક જીત નોંધાવી હતી.મેચ દરમિયાન બન્ને ટીમના ભારતીય ખેલાડીઓના શરીર પર લોકડાઉનની અસર સાફ નજરે પડતી હતી. મુંબઇના કેપ્ટન રોહિત શર્મા, ચેન્નાઇના કેપ્ટન અને 14 મહિના બાદ વાપસી કરનાર એમએસ ધોની, સૌરભ તિવારી, અંબાતિ રાયડૂ, મુરલી વિજય, કેદાર જાધવ વગેરે ખેલાડીઓના શરીર વધી ગયેલા જોવા મળ્યા હતા. તેમના વજન વધી ગયા છે અને ફાંદ પણ નીકળી ગઇ છે. આ બારામાં ભારતીય હોકી ટીમના પૂર્વ સુકાની વીરેન રસ્કિહનાએ ટ્વિટ કર્યું છે કે મેં ખેલાડીઓનું આટલું નબળુ ફિટનેસ લેવલ પહેલીવાર જોયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer