ભચાઉ નજીક 3.3ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજી

ભુજ, તા. 20 : કચ્છમાં કોરોનાએ પ્રસરાવેલા ફફડાટ વચ્ચે આકરા તાપના માહોલ વચ્ચે જિલ્લામાં ભુસ્તરિય સળવળાટનો દોર જારી રહ્યો હોય તેમ આજે વહેલી સવારે  ત્રણથી વધુની તીવ્રતાના એક કંપને ધરતીને ધ્રુજાવી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી જાણવા મળેલી વિગતો અનુવાર સવારે 6.06 મિનિટે  રિખ્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા ધરાવતા કંપનનું કેન્દ્રબિન્દુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. તો આ  કેન્દ્ર બિન્દુમાં 1.5ની તીવ્રતાની અન્ય એક હળવી ધ્રૂજારી અનુભવાઇ હતી.  છ દિવસ પહેલાં પણ ભચાઉ નજીક 3.3નું કંપન અનુભવાયું હતું. ટૂંકા ગાળામાં આ કંપન અનુભવાતાં હોવા છતાં તેની અસર એટલી વ્યાપક પ્રમાણમાં અનુભવાતી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer