અબડાસા તા.પં.ની બેઠકો અનામતમાં આવી જતાં અનેક ટિકિટવાંચ્છુનાં સપનાં રોળાયાં

નલિયા, તા. 20 : અબડાસા તા.પં.ની મહત્ત્વની સીટો અનામતમાં આવી જતાં અનેક ટિકિટવાંચ્છુઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઇ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. એકંદરે 18 બેઠકો પૈકી 9 મહિલા અનામત અને 9 સીટો સામાન્ય પૈકી 1 અનુસૂચિતજાતિ, 1 અનુસૂચિત આદીજાતિ, 1 સા.શૈ. પછાત વર્ગ માટે આરક્ષીત હોતાં હવે ટિકિટ વાંચ્છુઓનો 6 સામાન્ય સીટો ડુમરા, જખૌ, કોઠારા, વરાડિયા, વાયોર, વિંઝાણ બેઠક બિન અનામત છે જેનાં પર ડોળો મંડાયો છે. બીજી તરફ જે તે વિસ્તારની સામાન્ય  બેઠક છે તે વિસ્તારમાં સ્થાનિકનો જ ઉમેદવાર હોય તેને જ ટિકિટ આપવા જે તે વિસ્તારનાં લોકો રાજકીય પક્ષોએ નક્કી કરી લેતાં અન્ય વિસ્તારના ઉમેદવારોને ટિકિટ મેળવવા માટે મુશ્કેલી થાય તેવા સંજોગો ઊભા થઇ રહ્યા છે. પચાસ ટકા મહિલા અનામત છે તે સમજી શકાય પણ  અન્ય કેટેગરીમાં અનામતનું ક્યો માપદંડ અપનાવાયો છે તે  કોઇને ખબર નથી પડતી. નલિયાની બે બેઠકો પૈકી નલિયા-1 અનુસૂચિત આદીજાતિ, નલિયા-2, અનુસૂચિત જાતિ ત્રી માટે આરક્ષિત છે. આદિજાતિની તો નલિયામાં વસતી નથી. નલિયાની આ બન્ને બેઠકો ચાલુ ટર્મમાં સામાન્ય હતી. બિટ્ટાની બેઠક હવે સા.શૈ. પછાતવર્ગ માટે આરક્ષિત છે. તો ભાનાડા બેઠક સા.શૈ. પછાત વર્ગ ત્રી, મોથાળા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. સામાન્ય ત્રી માટે બાંડિયા, બેર મોટી, નરેડી, રામપર, સુથરી, તેરા, ખીરસરા (કો)નો સમાવેશ થાય છે. જિ.પં.ની અબડાસામાં 3 બેઠકો છે જેમાં નલિયા, મોથાળા, વાયોર પૈકી નલિયા સામાન્ય ત્રી, વાયોર સામાન્ય, મોથાળા અનુસૂચિત જાતિ ત્રી માટે અનામત છે. અબડાસા તા. પં. રોટેશનમાં ફેરફાર કરાય તે માટે કેટલાક રાજકીય આગેવાનો દોડાદોડી કરી રહ્યા છે. અલબત હવે ફેરફારની શક્યતા નહીવત હોવાનું મનાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer