ગાંધીધામમાં ગર્લફ્રેન્ડ મદ્દે કિશોર ઉપર ચાર શખ્સે કર્યો હુમલો

ગાંધીધામ, તા. 20 : શહેરના ભારતનગર વિસ્તારમાં મારી ગર્લફેન્ડ સામે કેમ જુવે છે તેમ  કહી  ચાર શ્ખ્સોએ એક કિશોરને માર  માર્યો હતો. તો બીજી બાજુ અંજારના રતનાલમાં અગાઉની બોલાચાલી મદ્દે ચાર શખ્સોએ એક પરિવારને  જાનથી મારી  નાખવાની ધમકી આપી હતી. શહેરના ભારતનગર રબારી સોસાયટીના મકાન નં 610માં રહેતા ચેતન સુભાષચંદ્ર વિશ્વકર્માએ મારામારીના આ બનાવ અંગે પોલીસ  મથકે ફરીયાદ નોંધાવી હતી. ગઈકાલે રાત્રે આ ફરીયાદી અને તેનો  પરિવાર ઘરે હતો ત્યારે બહાર જોરથી પછાડવાનો  અવાજ  આવતા આ ફરીયાદી  બહાર આવ્યા હતા. દરમ્યાન તેમના દીકરા દિપાંશુ  ઉર્ફે બિટ્ટુને કુલદીપ ધેડા, મજીદ અને  બે અજાણ્યા શખ્સો માર મારી રહ્યા હતા. ફરીયાદીએ પોતાના પુત્રને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારે કુલદીપે ધમકી આપી હતી કે  મારી ગર્લફ્રેન્ડ સામે જોયું તો તલવાર, ચાકુ લઈ આવી પતાવી દઈશે તેવી ધમકી આપી  આ શખ્સો જતા  રહ્યા હતા.  બીજી બાજુ રતનાલમાં ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા ભુરા રવા  ડુંગરિયાના ઘરે ગામનાં જ   ભગુ અરજણ  લખમણ વરચંદ, કાના ગોપાલ લખમણ વરચંદ, મકનજી કારા લખમણ વરચંદ, વિક્રમ ત્રિકમ ગોપાલ વરચંદ નામના શખ્સો આવ્યા હતા. આ ફરિયાદીના દીકરા સફાઈ કામદાર એવા અશોક સામે થયેલી માથાકૂટ બાબતે અહીં આવી આ શખ્સોએ જાનથી મારી નાખવાની  ધમકી આપી  જાતિ અપમાનિત કર્યા હતા. આ બન્ને બનાવોમાં પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer