ભુજમાં શરાબની ચાલતી મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી

ભુજ , તા. 20 : શહેરના ભાનુશાળી નગરમાં  રહેણાંક મકાનમાં  શરાબની મહેફીલ માણતા  વેપારીઓ સહીત 6 શખ્શોને પોલીસે ઝડપી પાડયા હતાં. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પુર્વ બાતમીના આધારે બે.ડીવીઝન પોલીસે ભાનુશાલી નગરના સાગર એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના 10.20  વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી. આરોપીઓ દિક્ષીત મુળશંકર જોષી, જયેશભારથી માયાભારથી ગુંસાઈ, રાહુલ સુરેશભાઈ સોની, રાજેશ સુરેશ ભાઈ સોની, હીરેન ભાનુભાઈ ઠક્કર અને કપીલ કિશોરભાઈ સોનીને પોલીસે  શરાબની મહેફીલ માણતા રંગે હાથ ઝડપી પાડયા હતાં. શહેરના પ્રતિષ્ઠીત વેપારીઓ નશાયુકત હાલતમાં ઝડપાયાની ઘટના શહેરમાં ચર્ચાની એરણ ચડી હતી. પોલીસે આ કાર્યવાહી દરમ્યાન  રમની ખાલી બોટલ, પ્લાસ્ટીકના ચાર ડીસ્પોઝલ ગ્લાસ, પાણીની બોટલ અને રૂ.27 હજારની કીમતના 6 નંગ મોબાઈલ ફોન કબ્જે કરાયા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer