ભુજમાં જુગારધામ ઝડપાયું : પાંચ ઝડપાયા : બે ફરાર

ભુજ, તા. 20 : શહેરના કેમ્પ એરીયામાં પોલીસે ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી  પાંચ શકુની શિષ્યોને ઝડપી પાડયા હતાં. જયારે બે શખ્શો પોલીસને હાથ તાળી આપી નાસી ગયા હતાં. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ એલ.સી.બી.ની ટુકડીએ નોડે ફળીયામાં આવેલી ઓરડીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડયો હતો. મુસ્તાક ઉર્ફે ડેણ અભુ નોડે તેના મિત્ર ઈમ્તીયાઝ ગફુર કુરેશીની ઓરડીમાં નાલ ઉઘરાવી બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડતો હતો. ધાણીપાસા વડે જુગાર રમતા સંજય મોહનગર ગોસ્વામી, ગોવિંદ જેસીંગભાઈ રાઠોડ, ફેઝલ સલીમ મેમણ, મામદરફીક ઈસ્માઈલ કુંભાર, મુસ્તાક હુસેન ખત્રીને પોલીસે ઝડપી પાડયા હતાં. આ કાર્યવાહી  દરમ્યાન પડમાંથી રોકડા રૂ. 36,030 અને રૂ. 15,500ની કીમતના ચાર નંગ મોબાઈલ ફોન કબ્જે કરાયા હતા. આરોપી મુસ્તાક નોડે અને ઈમ્તીયાઝ ગફુર કુરેશી ફરાર થઈ ગયા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer