આદિપુરમાં હિન્દીદિનની ઓનલાઈન ઉજવણી

ગાંધીધામ, તા. 20 : આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કોરોનાકાળમાં હિન્દી દિવસની  ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. ઝૂમ એપ ઉપર  આયોજિત ઓનલાઈન ઉજવણીના કાર્યક્રમમાં ઈફકો કેન્દ્રીય વિદ્યાલયના  ગ્રંથપાલ શિવાનંદ મિશ્રાએ પોતાના વક્તવ્યમાં હિન્દી સંબંધીત મહત્ત્વની જાણકારી આપી હતી. કાર્યક્રમની પ્રેરણા આપનારા કોલેજના આચાર્ય ડે. સુશીલ ધર્માણીએ પ્રાસંગિક  વક્તવ્યમાં હિન્દી  ભાષાની મહત્ત્વતા ઉપર પ્રકાશ પાડયો હતો. પ્રોફેસર મહેન્દ્ર સીજુએ વિદ્યાર્થીઓને હિન્દીના મહત્ત્વ અને તેનાથી મળતી નોકરીઓ   બાબતની જાણકારી આપી હતી. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક સુનીલ કુમારે કાવ્યકૃતિ રજૂકરી હતી. ગોરખા કૃષ્ણા દ્વારા  સ્વરચિત કવિતા રજૂ કરવામાં આવી હતી.  કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી નરેશ સોનીવાલ ઓનલાઈન ઉજવણીના કાર્યક્રમમાં સહયોગી બન્યા હતા. તેમજ  તેમણે સ્વરચિત કવિતાનું પઠન પણ કર્યું હતું. કોલેજના પ્રાધ્યાપકો ડો. નમિતા, ડો. વીમ્મી, પ્રોફેસર હર્ષા વિગેરેએ પણ જોડાઈને સૌને હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. રેનુ હીંગોરાની દ્વારા કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer