ભચાઉમાં કોરોનાના કેસમાં વધારો થતાં તકેદારીના પગલાં ભરવામાં સેવાતું દુર્લક્ષ્ય

ભચાઉ, તા. 20 : સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા કંપનીઓમાં આરોગ્ય ટીમ દ્વારા રેપીડ ટેસ્ટ કરવાની કામગીરી આરંભાઇ છે, પરંતુ પોઝિટીવ વ્યકિતની જાણકારી ગ્રામ પંચાયત અને નગરપાલિકાને અપાય તે જરૂરી છે. લગભગ ચારથી પાંચ કેસ ભચાઉ શહેર તેમજ તાલુકાના  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ એન્ટીજન ટેસ્ટ કરાય છે અને અહીં પણ પોઝિટિવ દર્દી આવતા હોવાની વાત છે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરસ્વતી સોસાયટીમાં  માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેને. એકટ 51થી 58 ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ શિક્ષાપાત્ર થશે. અલબત્ત અહીં સેનિટાઇઝ બોર્ડ લગાવવું, બંદોબસ્ત હોય એવું રખાયું નથી. આણંદપુર વિસ્તરને પણ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. પણ કોઇ વિભાગ આ તરફ ફરકયો ન હતો. પીજીવીસીએલ કચેરીમાં એક અધિકારીને  પોઝિટિવ આવ્યો હતો. અહીં પણ સેનેટાઇઝ જેવી કામગીરી કરવામાં આવી નહોતી. પોઝિટીવ આવતા દર્દીની માહિતી તેના ઘર પર જાહેર કરાય તો  આસપાસના રહેવાસી વેપારી તરીકે  દુકાન ખૂલે તો ગ્રાહક અને ગ્રાહક તરીકે જાય તો વેપારી ચેતી જાય તેવો મત પણ પ્રવર્તી રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer