ગાંધીધામમાં ઘર પાસે પાર્ક કરાયેલી 50,000ની બોલેરોની તફડંચી

ગાંધીધામ, તા. 20 : શહેરના ઈન્દીરાનગરમાં પોતાના ઘર પાસે પાર્ક કરાયેલી રૂ.50 હજારની બોલેરોની કોઈ શખ્સો ચોરી કરી હતી. બીજી બાજુ અંજારનાં  હેમલતા  બાગ ની સામેથી રૂ.1.65 લાખના બે દ્વિચક્રીય વાહનોની  ઉઠાંતરી થઈ હતી. ગળપાદરની  શાંતિધામ સોસાયટીમાં રહેનારા રાજુ ઢગલારામ ચૌધરી નામનો યુવાન શાકભાજી  અને કરીયાણાનો ંવ્યવસાય  કરે છે. સામાન  લઈ આવવા લઈ  જવા માટે તે બોલોરો કેમ્પર  નંબર. જી.જે.12.સી.જી 9484 ઉપયોગ  કરે છે.  તેના બનેવી આશારામ ચૌધરીએ આ બોલેરો પોતાના ઘર પાસે ઈન્દીરાનગર વિસ્તારમાં  પાર્ક કરી રાખી હતી.  પચાસ હજારના  આ વાહનની તસ્કરો ચોરી કરી ગયા હતા.  વાહન ચોરીનો વધુ એક બનાવ  અંજારમાં બન્યો હતો . આ શહેરના હેમલતા બાગ જેમલવાણીની વાડી સામે ગત. તા.12 અને  13/9  ની રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા.  અહીંથી  રૂ. 1,40,000ના બુલેટ જી.જે.12.ડી.આર.3567 અને એકટીવા નંબર જી.જે.12.સી.એસ.1116 કિંમત રૂા.25 હજારની તફડંચી કરી નિશાચરો નાસી ગયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer