ભુજમાં માનસિક બીમાર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

ભુજ, તા. 20 : શહેરના સરપટ નાકા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય યુવાન પરબત શિવજી મહેશ્વરીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ અકસ્માત મોતનો આ બનાવ આજે બપોરે 3થી સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાને ઘરે લાકડાની આડીમાં દોરીથી લટકી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. માનસિક બીમારીથી કંટાળી તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer