ભુજમાં ધોળેદિવસે ઘરમાંથી 1.50 લાખની મતાની તસ્કરી

ભુજ, તા. 20 : શહેરની રેલવે કોલોનીમાં દિન દહાડે માત્ર એક કલાકના ગાળામાં બંધ મકાનમાંથી તસ્કરોએ દોઢ લાખની મતાની હાથ સફાઈ કરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ તસ્કરીનો આ બનાવ ગત તા. 19ના સવારના 11.45 થી 12.40 વાગ્યાના અરસામાં બન્યો હતો.  તસ્કરોએ બંધ મકાનના દરવાજાનું તાળું તોડી  ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તિજોરીમાં રાખેલા રોકડા રૂ. 12000, સોનાના પાટલાની બે નંગ જોડી, કાનની બુટીની બે નંગ જોડી, સોનાની વીંટી, નાકની સળી, સહીત 1.51 લાખની મતા તફડાવી ગયા હતાં. રેલવેના ઈન્જીનીયરીંગ વિભાગમાં નોકરી કરતા ફરીયાદી અમિતકુમાર રવિલાલ મોતાની ફરીયાદના આધારે ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer