ગાંધીધામની બેંકમાં નકલી નોટ આવી જતાં પોલીસને જાણ કરાઈ

ગાંધીધામ, તા. 20 : શહેરની એક સહકારી બેંકમાં નકલી નોટ પધરાવી દેવાતા આ અંગે  પોલીસે મથકે બેંક દ્વારા જાણ કરવાંમા આવી હતી.શહેરમાં બેન્કીંગ સર્કલ નજીક શિવાજી  બગીચા પાસે  આવેલ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.માં  આ બનાવ ગત તા.17/9ના બન્યો હતો.  આ  બેંકમાં  શ્રી રામ  માર્કેટીંગના વિરેન દિલીપ ઓઝા દ્વારા રૂ. 200ની નકલી નોટ  જમા કરાવવામાં આવી હતી. જે અંગે બેંકના બ્રાન્ચ મેનેજર જીગ્નેશ પંડયા દ્વારા એ ડિવિઝન પોલીસે જાણ કરાતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer