નખત્રાણાના તત્કાલીન ફોજદાર સામે એસીબીની તપાસ

ભુજ, તા. 20 : પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવી ગયેલા ફોજદાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા આવકથી વધુ સંપત્તિ ધરાવવાના મામલે તપાસ શરૂ કરાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલે  અંતરંગ વર્તુળો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણા પોલીસ મથકના તત્કાલીન પી.એસ.આઈ એલ.પી.બોડાણા સામે આવક કરતા વધુ સંપત્તિ એકત્ર કરવા અંગે તેમના ઉપર કેસ કરવામાં આવ્યો છે. એ.સી.બી દ્વારા આ મામલે  તપાસ  આદરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે ભ્રષ્ટ તત્વોમાં ભયની લાગણી પ્રસરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer