પદ્ધર નજીક વાડીમાં પત્તાં ટીચતા 8 ખેલી પોલીસ ઝપટે ચડયા

ગાંધીધામ,તા.20: ભુજના પદ્ધર નજીક એક વાડીમાં ત્રાટકી એલ.સી.બી એ આઠ શખ્સોને  ઝડપી પાડયા હતા. આ ખેલીઓ પાસેથી  રોકડ રૂ. 26,210  જપ્ત કરાયા હતા.પદ્ધરના રોટરી નગર વિસ્તારમાં રહેનાર જેન્તી કરશન પટેલ  નામનો શખ્સ પોતાની વાડીમાં બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડતો હોવાની પૂર્વ  બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પદ્ધર ગામ પહેલા પુલીયાની બાજુમાં રોડ નજીક આવેલી આ શખ્સની વાડીમાં પોલીસ પહોંચી હતી. અને ગંજીપાના વડે પોતાનુ નશીબ અજમાવતા   જેન્તી કરશન પટેલ, યોગેશ નરેન્દ્ર  ઉર્ફે અશ્વિન પરમાર, હિરેન મોરારજી સોની (ચૌહાણ), જયદિપ સુરેશ સોની, દિલીપ પિતામ્બર કોરીગા (પટેલ), મહેશકુમાર ભીખા પાવરા, હિતેષ જગા પરમાર અને વેલા કરશન  પાવરાને  દબોચી લીધા હતા. પત્તાં ટીચતા આ શખ્સો પાસેથી  રોકડ રૂ. 26,210  તથા સાત મોબાઈલ અને ત્રણ મોટર સાઈકલ  એમ કુલે રૂ. 89,710 નો મુદામાલ કબ્જે લેવાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer