શરાબની બદી ઉપર પ.કચ્છ પોલીસની ધોંસ જારી : બે''દિમાં 103 કેસ કરાયા

ગાંધીધામ, તા. 20 : પશ્ચિમ કચ્છમાં શરાબની બદીને નાબુદ કરવા પોલીસ દ્વારા  સઘન કાર્યવાહી આદરવામાં આવી છે. અગાઉ  પશ્ચિક કચ્છના વિવિધ પોલીસ મથકોમાં એક જ દિવસમાં 100 થી વધુ કેસ બે વખત કરાયા હતાં. ત્યારે તાજેતરમાં બે દિવસમાં પોલીસે વધુ એઁક વખત કેસની સંખ્યામાં સદી ફટકારી આરોપીઓને પોલીસ પાંજરે પુર્યા હતાં.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  રેન્જ આઈ.જી જે.આર.મોથલીયા અને પોલીસ વડા સૌરભસિંઘની સુચનાથી  આ સઘન કાર્યવાહી કરાઈ હતી. તા. 17.9 અને તા.18.9ના બે દિવસના અરસામાં અગાઉના પ્રોહીબીશનના ગુનામાં ફરાર એવા 61 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. જયારે આ બે દિવસ દરમ્યાન વિવિધ પોલીસ મથકોમાં 103 કેસ કરી 76 આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા હતાં. આ બે દિવસ દરમ્યાન ભુજ એ.ડીવીઝનમાં 9, બી.ડીવીઝનમાં14, માનકુવામાં પ, પધ્ઘર પ, માંડવી 15, માંડવી મરીનમાં 1, ગઢશીશામાં પ, મુન્દ્રામાં 11, મુન્દ્રા મરીનમાં 10, નિરોણામાં 4, નખત્રાણામાં 10, નરામાં 1, દયાપરમાં 5, નારાયણસરોવરમાં 4, નલિયામાં 2 અને કોઠારા  તથા જખૌમાંએક એક કેસ નોંધાયા હતાં. પશ્ચિક કચ્છમાં કોઈ પણ સ્થળે પ્રોહીબીશન કે અન્ય અસામાજિક પ્રવૃતિ જણાઈ આવે તો કન્ટ્રોલ રૂમ 02832 250960  , જિલ્લા હેલ્પલાઈન 99799 23450 ઉપર તથા એલ.સી.બી પી.આઈ પશ્ચિમ કચ્છ ભુજ-96876 09369 ઉપર સંપર્ક સાધવા પોલીસ પ્રશાસન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer