ત્રગડીમાં રૂા. 75 હજારનો શરાબ ઝડપાયો

ભુજ, તા. 20 : માંડવી તાલુકાના ત્રગડી ગામમાં પોલીસે અંગ્રેજી પ્રકારનોશરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. જો કે આરોપી  પોલીસને હાથ તાળી આપી નાસી ગયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે માંડવી પોલીસે આજે સવારે 11 વાગ્યાના અરસામાં આ કાર્યવાહી કરી હતી. ગામના સ્મશાનની પાછળ બાવળની ઝાડીઓમાં રૂા. 75,600ની કિમતની અંગ્રેજી શરાબની 219 નંગ બોટલો કબ્જે કરાઈ હતી. આરોપી રામદેવસિંહ ઉર્ફે રોહીતસિંહ કેશુભા જાડેજા બ્લેક કલરની સ્પ્લેન્ડર બાઈકમાં શરાબનો જથ્થો લઈને જતો હતો. પોલીસને જોઈ બાઈક મુકી નાસી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer