લેર: વાડીની ફેન્સિંગમાં ટ્રક અથડાવી પાકને નુકસાન

ભુજ, તા. 20 : તાલુકાના લેર ગામમાં વાડીની ફેન્સિંગમાં ટ્રક અથડાવી પાકને નુકસાન કર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 19ના બપોરે 1 વાગ્યાના અરસામાં બન્યો હતો.  જી.જે. 12-એ ઝેડ- 4908 નંબરની ટ્રકના આરોપી ચાલકે પુર ઝડપે ટ્રક ચલાવી વાડીની ફેન્સિંગ સાથે અથડાવી હતી. આ અકસ્માતના કારણે થાંભલા તુટી  ગયા હતાં. અને દાડમના પાકને પણ નુકસાન થયું હતું.  પોલીસે દેવેન્દ્ર નરેશભાઈ પીંડોરીયાની ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer