નખત્રાણા પોલીસ મથકના બે કર્મી કોરોના સંક્રમિત થયા

ભુજ, તા. 20 : કચ્છમાં કોરોનાનો પગપેસારો દિવસેને દિવસે વિસ્તરી રહ્યો છે, ત્યારે ભુજ બી-ડિવિઝન બાદ નખત્રાણા પોલીસ મથકના કર્મીઓ પણ કોરોનામાં સપડાયા છે. સૂત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર નખત્રાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના સંપર્કમાં આવેલાઓને ક્વોરેન્ટાઇન કરવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer