મહારાષ્ટ્રના યુવાનનો ત્રણ વર્ષે પરિવાર સાથે મેળાપ

ભુજ, તા. 20 : મહારાષ્ટ્રના ખામ ગામ શહેરનો યુવાન જગદીશ બજરંગ પરદેશી છેલ્લા 3 વર્ષથી ગૂમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો કઇ?અતો-પતો ન મળતાં પરિવારજનો ખૂબ દુ:કી થયા હતા. ઘરે પત્ની તથા એક બાળક તેની રાહ જોઇ થાક્યા હતા. 7 મહિના પહેલાં તે માનવજ્યોત સંસ્થાને માંડવી શહેરમાંથી મળ્યો હતો. આ સંસ્થાએ તેને સારી સારવાર આપતાં તે  એકદમ સ્વસ્થ બન્યો હતો. રેલવે બંધ હોવાતી સંસ્થા તેને મોકલી શકી ન હતી. આખરે સંસ્થાએ તેને અમદાવાદથી ટ્રેન મારફતે ખામગામ તેના ઘર સુદી પહોંચતો કરતાં તેની પત્ની અને બાળક સાથે તેનું મિલન થતાં સૌની આંખો આંસુધી ભીંજાઇ હતી. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, મહેશભાઇ ઠક્કર, મનીષ મારાજ તથા સંસ્થાના સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer