ભુજના સામૂહિક બળાત્કારના બનાવમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાશે

ગાંધીધામ, તા. 20 : શહેરના સુરલભીટ રોડ ઉપર રહેતી સગીરા ઉપર સામુહીક બળાત્કાર ગુજારવાના મામલે પોલીસે તપાસના ચક્રોને વધુ તેજ કરાયા છે.હાલ રીમાંડમાં રહેલા આરોપીઓની સઘન તપાસ પોલીસે આદરી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી સુલતાન ઓસમાણ સુરંગી અને કાયદાના સંઘર્ષમાં આવેલા  કિશોરે ભોગ બનનારને મોટરસાઈકલ ઉપર બેસાડી આંખે પટ્ટી બાંધી જંગલ વિસ્તારમાં લઈ ગયા હતાં. જયા સુલતાન હનીફ બાફણ અને બીજા એક શખ્શ સહીત ચાર જણાએ સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ ભુજ ડી.વાય.એસ.પી જે.એન. પંચાલે સંભાળી હતી.ભોગ બનનાર સગીરાનું નિવેદન લેવાયું હતું. અને માતાની હાજરીમાં વીડીયોગ્રાફી કરવામાં આવી હતી. ગુનાવાળી જગ્યાનું પંચનામુ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓ સુરેશ કમલેશ ઠક્કર, સુલતાન ઓસમાણ સુરંગી, અને સુલતાન હનીફ બાફણની ઘરપકડ કરી તેના પાંચ દિવસના રીમાંડ મેળવાયા હતાં. આ બનાવનું રીકંસ્ટ્રકસન પણ કરવામાં આવશે. જયારે કાયદાના સંઘર્ષમા આવેલા કિશોરને ડીટેઈન કરી બાળ અદાલતમાં રજુ કરાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer