અખિલ હિન્દ અંધ ધ્વજદિનની કચ્છમાં સાદાઇથી ઉજવણી

ભુજ, તા. 20 : નેશનલ એસોસિયેશન ફોર ધ?બ્લાઇન્ડ કચ્છ ડિસ્ટ્રીક્ટ બ્રાંચ દ્વારા તાજેતરમાં અખિલ હિન્દ અંધ ધ્વજદિન (ફ્લેગ ડે)ની ઉજવણી કોરોના મહામારીને ધ્યાને લઇને કોઇ પણ જાહેર કાર્યક્રમો રાખ્યા વિના કચ્છ જિલ્લાના અધિકારીઓ તેમજ સરકારી કચેરીઓ, શિક્ષણને લગતી તમામ સંસ્થાઓ, મંડળો અને કંપનીઓને પોસ્ટ અને ઇ-મેઇલ દ્વારા લેટર તેમજ ફ્લેગ મોકલીને સાદાઇથી કરવામાં આવી હતી. ફ્લેગ ડે ઊજવવાના મુખ્ય હેતુ જાહેર જનતામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે જાગૃતિ આવે અને પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી શક્તિઓ બહાર લાવવામાં આવે અને પ્રજ્ઞાચક્ષુઓ માટે કલ્યાણકારી યોજનાઓ સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકી તેના ખર્ચને પહોંચી વળવા માટે ફંડ?એકત્રિત કરવામાં આવે છે.દર વરસે લાયન્સ ક્લબ ઓફ?ભુજ, મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવે છે, તેમજ કચ્છ જિલ્લાની કોલેજો, માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ, પ્રાઇવેટ કંપનીઓ અને દાતાઓનો પૂરો સાથ?અને સહકાર મળતો આવ્યો છે તેમ ચાલુ વરસે પણ લોકોએ અંધજનો માટે ઉદાર હાથે ફાળો આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer