ભુજ શહેર ભાજપ દ્વારા 70 દિવ્યાંગોને કૃત્રિમ અંગો, ટ્રાઈસિકલનું વિતરણ કરાયું

ભુજ શહેર ભાજપ દ્વારા 70 દિવ્યાંગોને કૃત્રિમ અંગો, ટ્રાઈસિકલનું વિતરણ કરાયું
ભુજ, તા.18 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા સેવા સપ્તાહ અંતર્ગત જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે. સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગથી સ્વખર્ચે 70 જેટલાં દિવ્યાંગોને કૃત્રિમ અંગો તેમજ ટ્રાયસિકલ, વ્હિલચેર, સ્ટીક, હીયરીંગ મશીન જેવા વિવિધ સાધનો અર્પણ કરાયા હતા. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, તા. 20/9 સુધી સમગ્ર સેવા સપ્તાહ દરમ્યાન તમામ નિરાધાર કે જરૂરિયાતમંદ લોકોને ભુજ સ્વામિનારાયણ મંદિર સામે આવેલા રતન ચશ્માઘર ખાતેથી તેમની આંખના નંબર તપાસ્યા બાદ તેઓના નંબર મુજબ કચ્છ જિલ્લા ભાજપ તરફથી ચશ્માનું વિતરણ કરવામાં આવશે.  મોદીજીના જન્મદિન નિમિત્તે ભુજ શહેર ભાજપ દ્વારા શહેરની વિવિધ ઝૂંપડપટ્ટી વસાહતોમાં જઈને સ્થાનિક રહેવાસીઓ સાથે ઊજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ કેક કાપીને વડાપ્રધાનના જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ ફ્રુટ વિતરણ તેમજ અલ્પાહાર-મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોમાં કોરોના સામે તકેદારી રાખવાના ભાગરૂપે મોટી સંખ્યામાં માસ્ક અને સેનીટાઈઝરની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેર ભાજપના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમો લેવા પટેલ હોસ્પિટલ, મામલતદાર ઓફિસ, રીલાયન્સ પેટ્રોલ પંપ તેમજ આર.ટી.ઓ. સર્કલ આસપાસની ઝુંપડપટ્ટી વસાહતોમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ મંત્રી દિલીપભાઈ શાહ, નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, શહેર ભાજપ મહામંત્રી અનિલભાઈ છત્રાળા, શહેર સંગઠનના બાલક્રિષ્નાભાઈ મોતા, જયદીપસિંહ જાડેજા, નરોત્તમભાઈ પોકાર, ભાવેશભાઈ ઠક્કર, શીતલભાઈ શાહ, જયંતભાઈ ઠક્કર, જિલ્લા અનુ.જાતિ મોરચાના સામજીભાઈ વાણીયા, નગરસેવકો અજયભાઈ ગઢવી, અશોકભાઈ પટેલ, નિખિલ ઠક્કર, કિરણ ગોરી, પ્રકાશભાઈ મહેશ્વરી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer