શિલાન્યાસ પ્રસંગે 56350 સીસી લોહી એકત્ર

શિલાન્યાસ પ્રસંગે 56350 સીસી લોહી એકત્ર
ભચાઉ, તા. 18 : રામમંદિરના શિલાન્યાસના પાવન અવસરે વર્તમાન સમયમાં લોહીની મહાઅછતને જોતાં સામખિયાળીની વિવિધ સામાજિક સંસ્થાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-સામખિયાળી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભચાઉ, સરહદ ડેરી સામખિયાળી, મેકણધામ જંગી, રાજાભાઇ બ્લડ બેન્ક ગાંધીધામના સહયોગથી કાંઠા ચોવીસી આહીર સમાજ અને તાલુકા આરોગ્ય કચેરી-ભચાઉ દ્વારા  રક્તદાન કેમ્પનું આયોજન મેકણદાદા અખાડા જંગી ખાતે કરવામાં આવ્યું હતું. 161 લોકોએ 56,350 સીસી રકતદાન કર્યું હતું. જે લોહી ગાંધીધામમાં દાખલ થયેલા જરૂરિયાતમંદને અપાશે. સેવા વ્યવસ્થા કાંઠા આહીર સમાજના યુવાનો અને સ્વયંસેવકોએ સંભાળી હતી.  મેકણદાદા ધામ જંગીના મહંત વેલજી રાજા, જંગી સરપંચ અને આહીર સમાજ પ્રમુખ રણછોડભાઇ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ. કે. સિંગ, ડો. નારાયણ સિંગ, ડો. ચૌહાણે માર્ગદર્શન આપ્યું હતું. આજના આધુનિક સમયમાં હોસ્પિટલમાં લોહીની અવિરત જરૂરિયાતો ઊભી થતી હોય છે, જેવા કે માર્ગ અકસ્માત, હોસ્પિટલમાં થતા રોજબરોજનાં ઓપરેશનોમાં, પ્રસૂતિના સમયે તેમજ ખાસ કરીને થેલેસેમિયા અને ડાયાલિસીસના દર્દીઓને અવિરત લોહીની જરૂર ઊભી થતી હોય છે. આવા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી લોહી મળી રહે તેવા શુદ્ધ આશયથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ જણાવાયું હતું. લોહી લેવાની વ્યવસ્થા રાજાભાઇ બ્લડ બેન્કના ડો. અરુણાબેન, તેમની ટીમ તથા લેબ. ટેક. પ્રદીપ પટેલ, પ્રેમભાઇ, કૃતિકા શાહ, સોનિયાબેને સંભાળી હતી. પ્રમુખ રણછોડભાઇ, વેલજી રાજા, અ. ભા. વિ. પ.ના લાલજીભાઇ, સંઘના સામજીભાઇ, દામજીભાઇ માતા, તાલુકા આરોગ્ય કચેરીના કીર્તિભાઇ, મહેશભાઇ હેઠવાડિયા, મોહન વરચંદે સહયોગ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer