ગાંધીધામમાં નકૂચા તોડી,કિશોરને છરી બતાવી 72 હજારની લૂંટ!

ગાંધીધામ,તા.18: શહેરના ચાવલાચોક વિસ્તારમાં શિવ મંદિર પાછળ એક મકાનના નકુચા તોડી એક કિશોરને છરી બતાવી એક શખ્સ આ મકાનમાંથી 72 હજારની મતાની લૂંટ કરી નાસી ગયો હતો. શહેરના ચાવલાચોક શિવમંદિર પાછળ રહેતા મરીયમબેન અને તેમના પતિ અબ્દુલ સખાયા(મુસ્લિમ) ગત તા.16/9 ના આદિપુર ગયા હતા. પોતાના જુના પાડોશી ના ખબર અંતર પૂછી આ દંપતી રાત્રે મોડું ધરે આવ્યુ હતું. ત્યારે તેમના ધરના દરવાજાના નકુચા તુટેલી હાલતમાં હતા  અને તેમનો દિકરો આશિક ડરેલી હાલતમાં હતો. આ મહિલાએ પોતાના દિકરાને સાંત્વના આપી શાંતિ થી પૂછતાં તેણે જણાવ્યુ  હતું કે હું અને આયાન સુતા હતા ત્યારે આપણા દરવાજાનો નકુચો તોડી એક શખ્સ અંદર ધુસ્યો હતો. તે કબાટની તિજોરીમાંથી ચોરી કરી રહયો હતો. ત્યારે આશિક જાગી જતાં આ શખ્સે  છરી બતાવી રાડારાડ ન કરવા કહયુ હતું. લૂંટારૂ કબાટની તિજોરીમાંથી  બે મોબાઈલ ,સોનાની બુટી,સોનાની હેર એક જોડી,સોનાનું પેન્ડલ, તથા રોકડા રૂ.20 હજાર એમ કુલ.રૂ. 72 હજારની મતાની લૂંટ કરી  કરીને નાસી ગયો હતો. લૂંટના આ બનાવને કારણે પોલીસમાં દોડધામ  થઈ  પડી હતી. પંરતુ  લૂંટારૂ આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer