પડાણા પાસેથી ચોરાઉ મનાતા તેલના જથ્થા સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ,તા.18: તાલુકાના પડાણા નજીક એક પ્લોટમાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી એ છાપો મારી  ચોરી કે છળકપટ થી મેળવાયેલા સોયા અને કેસ્ટર સ્લેજ તેલ કિ.રૂ.2,87,600 ના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. શહેરના લીલાશાહ નગર વિસ્તારમાં  હંસ એપાર્ટમેન્ટમાં રહેતા  મહેશ શાંતિલાલ શેઠને એસ.ઓ.જીએ પકડી પાડયો હતો. પડાણા ગામની પૂર્વ બાજુ સર્વે નં. 103/1 વાળો  પ્લોટ આ આધેડે ભાડે લીધો છે. જેમાં તેણે આ તેલનો સંગ્રહ કર્યો હતો. આ જગ્યાએથી રૂ. 2,48,000 નું 49600  લી. સોયા સ્લેજ તેલ તથા રૂ. 39600નું 13,200 લી.  કેસ્ટર સ્લેજ તેલ એમ કુલ રૂ.2,87,600 નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ચોરી  કે છળકપટથી મેળવાયેલું  આ તેલ  આ શખ્સ કયાંથી અને  કેવી રીતે  લઈ આવ્યો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer