લાકડિયા પાસે વીજ ડીપીમાં વાહન અથડાતાં નુકસાન

ગાંધીધામ, તા. 18 : ભચાઉના લાકડીયા નજીક ન્યુઅનમોલ હોટેલ પાસે વિજતંત્રના ટ્રાન્સફોર્મરમાં ટેઈલર ટેન્કર ભટકાતા  રૂ. 1,35,000ની નુકશાની  અંગે   પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.  લાકડીયા નજીકની ન્યુ અનમોલ  રાજસ્થાની હોટેલ પાસે ગઈકાલે સાંજે અકસ્માત સર્જાયો હતો.ટેઈલર  ટેન્કર નં.યુ.પી. 17. એ.ટી.3213 ના ચાલક  નરેશચંદ બજીરચંદ રાજપુતે પોતાનુ વાહન થાંભલામાં ભટકાવતા આખું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું હતું.  જેમાં વિજતંત્રને રૂ. 1,35,000નું નુકસાન થયું હતું.ફ  આ ચાલક વિરુધ્ધ જુનીયર ઈજનેર પ્રદિપ ઉકેડભાઈ તડવીએ  પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer