ફરી આદિપુરનો એ માર્ગ બન્યો પીડાદાયક

ફરી આદિપુરનો એ માર્ગ બન્યો પીડાદાયક
ગાંધીધામ, તા. 17 : અંજાર -થી આદિપુર તરફ જતા માર્ગે આદિપુરની ભાગોળે રસ્તાની હાલત અત્યંત ખસ્તા થઈ જવાથી વાહન ચાલકો માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર ધ્વારા નાગરીકો માટે દરરોજના ઉપયોગી માર્ગની સ્થિતી સુધારવા માટે પરીણામલક્ષી કાર્યવાહીના અભાવે મોટો અકસ્માત સર્જાશે તેવી દહેશત ઉભી થઈ છે.અત્રે નોંધવુ જરૂરી છે કે દર વર્ષે રસ્તાનો આ હિસ્સો આવો જ બની જાય છે. શૈક્ષણિક નગરી આદિપુરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીવર્ગ અંજારથી આદિપુર અવર -જવર કરે છે. આ ઉપરાંત નોકરીયાત અને વેપારીવર્ગ પણ એટલા જ પ્રમાણમાં આ રસ્તાનો ઉપયોગ કરે છે. અંજાર-આદિપુર થી જતા માર્ગ ઉપર 1એ વિસ્તાર પાસે રસ્તાની હાલતદયનીય બની છે. તેમજ આ વિસ્તારના આંતરીક  રસ્તાઓમાં પણ પાણીનો ભરાવો થયો છે. જેને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.પાલિકા ધ્વારા મચ્છર તથા અન્ય જીવજંતુનો ઉપદ્રવ અટકાવવા કામગીરી ન કરાતી હોવાની બુમ પડી છે. આ રસ્તા ઉપરથી પસાર થવાથી નાગરીકોના અંાતરડા બહાર આવી જાય તેવા હાલત હોવાની બૂમ પડી છે. આરોગ્ય દ્રષ્ટી  અનેક દર્દીઓ આદિપુરમાં સારવાર માટે આવતા જતા હોય  છે. બિમાર  લોકોને  સારવાર માટે ગંતવ્ય સ્થાને પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેવી ફરીયાદો ઉઠી છે.આ માર્ગની ખસ્તા હાલત અંગે લોકોએ  કહયુ હતુ કે રસ્તા ઉપર મોટા-મોટા ખાડાપડી ગયા છે.આ ખાડાઓમાં પાણીનો ભરાવો થથા ખાડાની ઉંડાઈનો અંદાજ આવતો નથી. કેટલીક દ્રિ-ચક્રીય વાહનો ફસાઈ જતા હોવાના દશ્યો પણ જોવા મળે છે.આ વિસ્તારમાં પાણીના નિકાલની પુરતી વ્યવસ્થાના અભાવે આ સમસ્યા નિર્માણ થાય છે.પાણીને કારણે માર્ગને કાયમ નુકશાન થતુ હોવાનો મત જાણકારોએ વ્યકત કર્યો હતો. નોંધપાત્ર છે કે સમયાંતરે આ માર્ગની સ્થિતી સુધરી છે અને બગડી છે. ગાંધીધામ નગરપાલિકા પાસે અવાર-નવારખખડધજ બનતાઆ રસ્તાની સ્થિતી સુધારવા માટે કોઈ ચૌકકસ ઉપાય ન હોવાની રાવ ઉઠી છે. તંત્ર લોકોની ધીરજની પરીક્ષા લેતુ હોય તેમ લાગી  રહયુ છે. પ્રજાકીય સંવેદના દર્શાવવાનો ડોળ કરતા પ્રજાકીય પ્રતિનિધિઓએ  અત્યંત ઉપયોગી માર્ગની દયનીય હાલત અંગે મોં સીવી લેતા નાગરીકોમાં રોષની લાગણી પ્રર્વતી છે. જો કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાગરીકોનો મતદાન મથકમાં આ રોષ નીકળે તો નવાઈ ની વાત નથી. તેવુ હાલની સ્થિતી પર લાગી રહયુ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer