બાયો બબલમાં અને દર્શકો વિના રમવાનું સ્વીકારી લીધું છે: કોહલી

દુબઇ તા.16: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યંy છે કે ખાલી સ્ટેડિયમમાં રમવું અજીબ હશે, પણ તેની ટીમે આઇપીએલ દરમિયાન બાયો બબલમાં રહેવા અને દર્શકો વિના રમવાની વાત સ્વીકારી લીધી છે. કોહલીના સુકાનીપદ હેઠળની આરસીબી ટીમ 21 ઓગસ્ટે દુબઇ પહોંચી છે અને પાછલા બે સપ્તાહથી અભ્યાસ કરી રહી છે. કોહલીએ આજે અહીં કોવિડ નાયક બનેલા નાગરિકોના સન્માનમાં આયોજીત વર્ચુઅલ પ્રેસ  કોન્ફરન્સમાં જણાવ્યું કે અમે જે પણ કાંઇ ઉપલબ્ધ છે તેને સ્વીકારી અને અપનાવી લેવાનું અહીં આવીને શિખી લીધું છે. જેમાં બાયો બબલ પણ સામેલ છે. હવે અમે રાહત મહેસૂસ કરી રહ્યા છીએ. અમારી ટીમના ખેલાડીઓના ચહેરા પર હતાશા કે નિરાશા નથી. આ સમયની માંગ છે. દર્શકો રમતનો મુખ્ય ભાગ છે, પણ અમારે તેમની હાજરી વિના રમવાનું છે. ખાલી સ્ટેડિયમથી અમારા પ્રદર્શનમાં કોઇ ખામી આવશે નહીં. અમારી પાસે લાખો લોકોને ખુશ કરવાનો મોકો છે.  - RCBની જર્સી કોવિડ હિરોઝને સમર્પિત : વિરાટ કોહલીના કેપ્ટનપદ હેઠળની રોયસ ચેલેન્જર્સ ટીમ આઇપીએલ દરમિયાન કોવિડ-19 હિરોઝને સન્માનિત કરશે. આરસીબી ટીમની નવી જર્સી આજે લોન્ચ કરવામાં આવી હતી. જર્સી પર `માય કોવિડ હિરોઝ' લખેલું હશે. જે બારામાં કોહલીએ કહ્યંy કે કોવિડ હિરો અસલી ચેલેન્જર્સ છે. તેમણે આપણા દેશને ગૌરવાન્તિત કર્યાં છે. તેમની મહેનત આપણને પ્રેરિત કરે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer