ઇટાલિયન ઓપનમાં જોકોવિચ-નડાલ ત્રીજા રાઉન્ડમાં

રોમ, તા.17: નંબર વન નોવાક જોકોવિચ અને નંબર ટુ રાફેલ નડાલ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનાં ત્રીજાં રાઉન્ડમાં પહોંચી ગયા છે. ફ્રેંચ ઓપન પૂર્વેની આ ટૂર્નામેન્ટ કલે કોર્ટ પર રમાઈ રહી છે. જેનાં બીજાં રાઉન્ડમાં જોકોવિચે બિન ક્રમાંકિત ખેલાડી સાલ્વાટોર કારુસાને 6-3 અને 6-2થી હાર આપી હતી જ્યારે 6 મહિના બાદ કોર્ટમાં વાપસી કરનાર નડાલે હમવતન ખેલાડી સ્પેનના પાબ્લો કારેનો બુસ્ટાને 6-1 અને 6-1થી હાર આપીને ત્રીજાં રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જોકોવિચને 28 મેચમાં આ 27મી જીત છે. મહિલા વર્ગમાં ટોપ સિડ રોમાનિયાની સિમોના હાલેપનો 99મા ક્રમની જેસ્મિન પોલિની સામે 6-3 અને 6-4થી વિજય થયો હતો જ્યારે અમેરિકાની અનુભવી ખેલાડી વિનસ વિલિયમ્સ બેલારૂસની વિક્ટોરિયા અજારેંકા સામે હારીને બહાર થઈ ગઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer