મુંબઇને મલિંગાની ખોટ પડશે રોહિત શર્માનો સ્વીકાર

અબુધાબી, તા.17: વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આજે એક મુલાકાતમાં સ્વીકાર્યું છે કે શ્રીલંકાના અનુભવી ઝડપી બોલર લાસિથ મલિંગાની ખોટ ટીમને પડશે. મલિંગાએ આ સિઝનમાં આઇપીએલમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. 37 વર્ષીય મલિંગાના નામે આઇપીએલમાં સર્વાધિક વિકેટનો રેકોર્ડ છે. તે પાવર પ્લે અને ડેથ ઓવરનો માહિર બોલર છે. રોહિત શર્માએ આજે ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મને નથી લાગતું કે તેનું (મલિંગા)નું સ્થાન ભરવું આસાન રહેશે. તે મુંબઇ ઇન્ડિયન્સ માટે મેચ વિજેતા રહ્યો છે. અમે જ્યારે પણ મુશ્કેલીમાં હોઇએ ત્યારે મલિંગા અમને બહાર કાઢે છે. તેની ખોટ અમને પડશે. તેની તુલના કોઇ સાથે થઇ શકે તેમ નથી. તેણે મુંબઇ ઇન્ડિયન્સ માટે જે પણ કાંઇ કર્યું તે અશ્વિસનીય છે. અમારું દુર્ભાગ્ય છે કે આ વખતે મલિંગા અમારી સાથે નથી. તેના વિકલ્પે અમારી પાસે ધવલ કુલકર્ણી, જેમ્સ પેટિન્સન અને મોહસિન ખાન છે. ટીમની રણનીતિ વિશે રોહિતે કહ્યંy કે દરેક મેચ વખતે રણનીતિ નક્કી થતી હોય છે. અમે ફાઇનલમાં પહોંચવાના લક્ષ્ય સાથે અભિયાન શરૂ કરશું. હાર્દિકની ફિટનેસ પર સુકાની શર્માએ કહ્યંy કે તે ફિટ છે અને સારા ફોર્મમાં પણ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer