ભુજમાં કિશોરીને ભોળવીને સામૂહિક બળાત્કાર : ચાર આરોપી રાઉન્ડઅપ

ગાંધીધામ, તા. 17 : શહેરના સુરલભિટ્ટ રોડ ઉપર રહેતી 17 વર્ષીય કિશોરી ઉપર સામૂહિક બળાત્કારના પ્રકરણની ગંભીરતા જોઈ ચાર શખ્સને રાઉન્ડઅપ કરાયા હતા. આ બનાવની પૂર્ણ વિગતો જાહેર કરાઈ નથી. સંજયનગરીમાં રહેનારી એક કિશોરી સાથે સુરેશ બાવાજી નામના શખ્સના સંબંધ બંધાયા હતા. આ શખ્સે કિશોરીને લગ્નની લાલચ આપી હતી, પરંતુ બાદમાં તેણે લગ્ન કર્યા ન હતા. આ વાતની સુલતાન, સુલતાન નાનો અને સિકંદર ઉર્ફે ભાવલો મુસ્લિમ તથા એક અજાણ્યા શખ્સને ખબર પડી હતી. દરમ્યાન સુલતાન  તથા ભાવલો આ કિશોરી પાસે આવ્યા હતા અને સુરેશ સાથે સમાધાનની વાત કરી હતી. આ શખ્સો કિશોરીને બાઈક ઉપર બેસાડી તેની આંખો ઉપર પટ્ટી બાંધી સીમાડામાં લઈ ગયા હતા. જ્યાં અગાઉથી બે શખ્સો હાજર હતા. આ ચારેય ઈસમોએ સાથે મળીને કિશોરી ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતે. આવા આઘાતજનક બનાવથી સગીર  વયની કન્યા હેબતાઈ ગઈ હતી. આ કિશોરીએ પોતાના સંબંધીઓને આપવીતી કહી હતી, પરંતુ આ નરાધમોએ પોલીસ ફરિયાદ ન કરવા ધાકધમકી કરતાં આ ભોગ બનનાર પરિવારે હિન્દુ યુવા સંગઠનનો સંપર્ક કર્યો હતો. આ સંગઠને વચ્ચે રહીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરેશ બાવાજી, સુલતાન, સુલતાન નાનો , ભાવલો નામના શખ્સોને રાઉન્ડઅપ કરી લેવાયા હોવાનું  જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer