વાયોર સિમેન્ટ કંપનીમાં ઘૃસી 20 હજારની ચોરી

ગાંધીધામ, તા. 17 : અબડાસા તાલુકાના વાયોર ખાતે આવેલી સિમેન્ટની કંપનીમાંથી ચાર શખ્શો 20 હજારની કિંમતની માલમતા તફડાવી ગયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના સુભાષચંદ્ર રામરથ ગંગારામ રાનૌતે આરોપીઓ સિકંદર હસણ ઓઢેજા, મહમદ રફીક આધમ ઓઢેજા, સિકંદર ઈસ્માઈલ ઓઢેજા, ગફુરશા મામદશા પીરજાદા સામે વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ચોરીનો આ બનાવ અલ્ટ્રાટેક કંપનીના પ્લાન્ટ એરિયામાં આવેલા મશીન યાર્ડના ખુલ્લા વિસ્તારમાં ગત રાત્રિથી આજે સવારના અરસામાં બન્યો હતો.આરોપીઓ રૂા.7,500ની કિંમતની લોખંડની 15 નંગ ચેનલો અને રૂા. 13 હજારની કિંમતના લોખંડના 13 નંગ રોલર તફડાવી ગયા હતા. વાયોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer