રાપરમાં સમાજવાડીના મુદ્દે બે પક્ષ વચ્ચે થઈ મારામારી

ગાંધીધામ, તા. 17 : રાપરનાં ગેલીવાડી નજીક લુહાર સુથાર સમાજવાડી પાસે આ સમાજવાડી મુદ્દે એક જ સમાજના લોકો વચ્ચે બબાલ થતાં બન્ને પક્ષોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાપરમાં રહેતા  કાન્તિલાલ ખીમજીભાઈ સુથારે જયસુખ રામજી લુહાર, ખીમજી નરસિંઘ લુહાર, ધવલ રજનીકાન્ત લુહાર, દેવુભા જસુભા સોઢા, પ્રવીણસિંહ અલજીસ સોઢા, વિજયસિંહ હઠુભા સોઢા, મયૂરસિંહનો ભાણેજ તથા અર્જુનસિંહ સોઢા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે આ  ફરિયાદીનો ભત્રીજો ધવલ ફરિયાદી પાસે આવી આ આરોપીઓ વાગડ ચોરાળ પંચાલ લુહાર સુથાર સમાજવાડીના તાળાં તોડવા આવ્યો છે, તેવું કહેતા ફરિયાદી ત્યાં ગયા હતા અને ફરિયાદીના ભત્રીજા શૈલેશે આ શખ્સોનું મોબાઈલથી શૂટિંગ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.અને ફરિયાદીને માર માર્યો હતો. તેમને છોડવવા તેમના પત્ની અને ભાભી વચ્ચ્ઁાપડતા આ શખ્સોએ મહિલાઓને પણ માર માર્યો હતો.બીજી બાજુ સામાપક્ષે જયસુખ રામજી લુહારે કાન્તિ ખીમજી સુથાર, પ્રભુ ખીમજી સુથાર, ભાણજી  ખીમજી સુથાર, ઠાકરશી ખીમજી સુથાર, નટુ  ઠાકરશી  સુથાર, શૈલેશ ભાણજી સુથાર અને ધવલ ભાણજી  સુથાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી સમાજના મંત્રી હોઈ સમાજવાડી પરથીપહોંચબુક લેવા ગયા હતા. ત્યાં કોઈએ અન્ય તાળું મારતા આ ફરિયાદી દરવાજા પાસે હતા ત્યારે આરોપીઓ  ત્યાં  આવ્યા હતાં અને ફરિયાદીને માર માર્યો હતો. આ સમાજવાડી અંગે રાપર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેવું પોલીસે જણાવ્યું હતું. બન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer