બે દિવસમાં કોરોનાના 64 પોઝિટિવ કેસ

ભુજ, તા. 17 : કચ્છમાં કોરોનાનો કહેર આગળ વધી રહ્યો છે. બુધવારે ગાંધીધામના સેવાભાવી ડો. મનુભાઇનું નિધન થયું હતું તો 34 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો આજે વધુ 30 કેસ નોંધાતાં છેલ્લા બે દિવસમાં કચ્છના 64 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ પોઝિટિવ કેસ વધીને 344 અને કુલ કેસનો આંક 1720 થયો છે. અત્યાર સુધી મૃત્યુ 56 નોંધાયા છે. ભુજની આર.ટી.ઓ. કચેરીમાં ઇન્સ્પેક્ટર અને ત્રણથી વધુ એજન્ટ સહિત અત્યાર સુધી 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. માંડવી તાલુકાના ગઢશીશામાં વધુ બે પોલીસ કર્મચારીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ભુજની જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેની એચ.ડી.એફ.સી. બેંક ઉપરાંત લાલ ટેકરી સ્થિત બેંક ઓફ?બરોડાના કર્મચારીના પોઝિટિવ રિપોર્ટ આવતાં સેવા બંધ?કરાઇ છે. માંડવી તા.ના મસ્કાની એન્કરવાલા જનરલ હોસ્પિટલમાં આજે 14 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે આવેલી મોટર વાહન નિરીક્ષકની કચેરી ખાતે 19 જેટલા કર્મચારીઓની તપાસ કરાઇ હતી, જેમાં એક ઇન્સ્પેક્ટર અને એક સફાઇ કર્મચારીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer