ભુજમાં ધોળા દિવસે મોબાઈલ સેરવાયો

ભુજ, તા. 17 : શહેરના રહેણાંક મકાનમાં તસ્કરો દિન દહાડે મોબાઈલ  ફોનની ઉઠાંતરી કરી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના નાગરચકલા વિસ્તારમાં નીશપુરી ખાતે ચોરીના આ બનાવને અંજામ અપાયો હતો.બપોરે 4.30થી સાંજે 6 વાગ્યાના અરસામાં  તસ્કરો ચાર્જિંગમાં રાખેલો મોબાઈલ ફોન તફડાવી ગયા હતા. ફરિયાદી ભારવીબેન ઉત્કર્ષભાઈ વૈદ્યની ફરિયાદના આધારે પોલીસે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ પી.એસ.આઈ. આર.પી.પરમારે હાથ ધરી છે. શહેરના  ભરચક વિસ્તારમાં માત્ર દોઢ કલાકના ગાળામાં ચોરી થતાં શહેરીજનોમાં ચકચારપ્રસરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer