અધિક માસમાં ખરીદી માટે 25થી વધુ દિવસો શુભ-ઝવેરાતથી લઈ વાહન સુધી લઈ શકશો

18સપ્ટેમ્બરથી શરૂ થતા અધિક માસમાં ભક્તિની સાથોસાથ વૈભવ વધારવાના શુભ યોગ છે. પૂરા મહિનામાં કેટલાય શુભ યોગ અને મુહૂર્ત એવા બની રહ્યા છે, જયારે કોઈ ખરીદી અથવા વિશેષ કાર્ય કરી શકાશે. જ્યોતિષાચાર્ય ડો. અજય ભાંબીના અનુસાર અધિક માસમાં ખરીદી વગેરેની  મનાઈ નથી. માત્ર મિલક્તની ખરીદી સમય કાગળની કાર્યવાહી પૂરી થાય. બાકી કોઈ પણ રીતની ખરીદી વગેરે ઉપર કોઈપણ જાતની ખરીદી ઉપર અધિક માસમાં રોક નથી. જ્વેલરી, કપડાં, ઈલેક્ટ્રોનિકસ વગેરે બધું ખરીદ કરી શકાય છે. ઉજ્જૈનના જયોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ અધિક માસમાં વિવાહ, યજ્ઞનોપવીત, સકામ યજ્ઞ, દેવ પ્રષ્ઠિદિ શુભ કર્મ નિષેધ કરેલાં છે, પરંતુ કોઈ આવશ્યક આધુનિક સુખ સગવડના સામાનના બાકિંગ કરવા સંબંધે મનાઈનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.આ માસમા વિવાહ નક્કી કરવા, સગાઇ કરવી, કોઈ જમીન, મકાન, ભૂમિ, ભવન વગેરે ખરીદ કરવા માટેના અનુબંધ કરી શકાય છે. કોઈ ધાર્મિક યાત્રા તથા અન્ય આવશ્યક યાત્રા પણ કરી શકો છો. વેપાર માટે ભવિષ્યનો કોઈ સોદો કરવો હોય તો તે પણ કરી શકો છો.  


અધિક માસમાં આવનારા શુભ યોગ જેમાં ખરીદી કરી શકાય 
સર્વાયસિદ્ધિ યોગ- આ યોગ બધી મનોકામનાઓ પૂરી કરનાર અને બધાં કામમાં સફળતા આપનાર હોય છે. અધિક માસમાં 9 દિવસ, જે 26 સપ્ટેમ્બર તથા 1, 4, 6, 7, 9, 11, 17 ઓક્ટોબર 2020ના આ યોગ રહેશે. દ્વિપુષ્કર યોગ- દ્વિપુષ્કર યોગ જ્યોતિષમાં ઘણો ખાસ માનવામાં આવે છે. આ યોગમાં કરેલા કોઈ પણ કામનું બમણું ફળ મલે છે એવી માન્યતા છે. 19 અને 27 સપ્ટેમ્બરના દ્વિપુષ્કર યોગ રહેશે.અમૃતસિદ્વિ યોગ- અમૃતસિદ્વિ યોગના અંગે જ્યોતિષ ગ્રંથોની માન્યતા છે કે આ યોગમાં કરેલા કામના શુભ ફળ દીર્ઘકાલીન હોય છે.  2 ઓક્ટોબર 2020ના અમૃત સિદ્ધિ યોગ રહેશે.પુષ્ય નક્ષત્ર- અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર પણ આવશે.10 ઓક્ટોબરના રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરના સોમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ તારીખો એવી હશે જ્યારે કોઈ પણ આવશ્યક શુભ કામ કરી શકાય છે. 


કેવા પ્રકારની ખરીદી માટે કયો દિવસ શુભ  
- ધ્રુવ સ્થિર મુહૂર્ત- 18, 26 સપ્ટેમ્બર, 7, 15 ઓકટોબર અને બધા રવિવારના એજ્યુકેશન સંબંધી ખરીદી અથવા ઈન્વેસ્ટમેન્ટ, સગાઈ-રોકા સાથે જોડાયેલા કામ અને નવા કપડાં  યા ઝવેરાતનું નિર્માણ. સોગંધવિધિ અને પદભાર ગ્રહણ કરવા આ દિવસો શુભ રહેશે. - ચર-ચલ મુહૂર્ત-20,27,28,29 સપ્ટેમ્બર, 10 ઓકટોબર તથા મહિનાના બધા જ સોમવારના કાર, બાઈક સહિત અન્ય વાહન ખરીદવા અથવા બુક કરાવવા માટે શુભ છે. - ઉગ્ર ક્રૂર મુહૂર્ત- 25, 30 સપ્ટેમ્બર, 5, 13, 14 ઓકટોબર અને બધા જ મંગળવારોના શસ્ત્ર ખરીદવાની બાકિંગ કરી શકાય છે. - મિશ્ર-સાધારણ મુહૂર્ત-21 સપ્ટેમ્બર, 6 ઓકટોબર અને બધા જ બુધવારોના માંગલિક કાર્ય હેતુ ગાર્ડન, ધર્મશાળાની બાકિંગ અને નવા વેપારિક સોદા કરી શકાય છે. - ક્ષિપ્ર લઘુ મુહૂર્ત- 19 સપ્ટેમ્બર, 4, 11 ઓકટોબર અને બધા જ  ગુરુવારના વાહન ખરીદવા માટેની બાકિંગ કરી શકાય છે.- મ્રુદુ મૈત્ર મુહૂર્ત- 19, 22 સપ્ટેમ્બર, 2, 3, 8 ઓક્ટોબરના નવા સંબંધો કરી શકાય છે. નવા કપડાં, દાગીના, રત્ન વગેરે લઈ શકાય છે. વિલાસીપણાને સંબંધિત સામાન ખરીદી અથવા બુક કરાવી શકાય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer