દોઢ કરોડની પિસ્તા લૂંટ અંગે પાંચ પોલીસકર્મી ફરજમોકૂફ

ગાંધીધામ, તા. 17 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક દોઢ કરોડના પિસ્તાની લૂંટના પ્રકરણમાં બે અન્ય આરોપીઓ પકડાયા હતા તો બેદરકારી બદલ પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હોવાનુ  પોલીસે  જણાવ્યું હતું.મેઘપર બોરીચી નજીકથી દોઢ  કરોડના પિસ્તા લૂંટ પ્રકરણમાં રિકીરાજસિંહની અટક બાદ અહીંથી  બે ટ્રકો  અમદાવાદ લઈ જનારા તલવાણાના મયૂરસિંહ  ભાવુભા જાડેજા અને  કુલદીપસિંહ ખેંગારજી જાડેજાની  ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોને કોર્ટમાં રજૂ કરાયા બાદ બંનેને જેલ હવાલે કરાયા હતા. જ્યારે આ પ્રકરણમાં બેદરકારી બદલ અંજાર પોલીસ મથકના જયુભા જાડેજા, વનરાજસિંહ દેવલ, અનિલ ચૌધરી, દિલીપ ચૌધરી, વિશ્વજિતસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયા હોવાનું ડીવાય.એસ.પી. ડી.એસ.વાઘેલાએઁ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer