અબડાસામાં ભારતીય કપાસ નિગમની કચેરી ખોલવા માંગ

ગાંધીધામ, તા. 17 : અબડાસામાં ભારતીય કપાસ વિકાસ નિગમ લિમિટેડની કચેરી ચાલુ  કરવા કચ્છ જિલ્લા ખેડૂત સેવા ટ્રસ્ટ દ્વારા માંગ કરાઈ હતી.ટ્રસ્ટના જિલ્લા અધ્યક્ષ  ડે. અશોક મહેશ્વરીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અબડાસા તાલુકામાં  સારા એવા પ્રમાણમાં કપાસની ખેતી થાય છે. કયારે કયારે અતિવૃષ્ટિ  તથા  અન્ય કૃદરતી આપદામાં કિસાનોના પાકને નુકસાન થાય છે. આવા સમયે સરકાર અથવા વેપારી તેમજ દલાલો દ્વારા યોગ્ય  વળતર આપવામાં આવતું નથી. જેને કારણે ખેડૂતોનો કરેલો ખર્ચ પણ નીકળતો નથી. આ વર્ગ સાથે અન્યાય થઈરહ્યો છે.અબડાસના કિસાનોને  પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારતીય  કપાસ નિગમ લી.ની અહીં પેટાકચેરી ચાલુ થાય તો ખેડૂતોને ન્યાય મળી શકશે. આ અંગે યોગ્ય કરવા તેમણે માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer