બાનિયારીમાં મૃત પશુઓનો નિકાલ ન કરાતાં મોટી બીમારીનો ખતરો

ભચાઉ, તા. 17 : તાલુકાના બાનિયારી ગામે અતિ ભારે વરસાદના કારણે બન્ની વિસ્તારમાંથી અહીં આવેલાં અનેક પશુઓના મોત નીપજ્યાં હતાં. આ મૃત પશુઓનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવતાં મોટી બીમારી ફેલાવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.  શામજી ભચુ વરચંદ, રાજેશ હીરાભાઈ વરચંદ, લાલજી ગોપાલ વરચંદ, ઉંમર નૂરમામદ, ઈલિયાસ નોડે, રહેમાન નોડે સહિતના ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર વારંવારનું ધ્યાન દોરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી મૃત પશુના નિકાલ માટે કરવામાં આવી નથી. આ રજૂઆતનો બે દિવસમાં નિકાલ લાવવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે જવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer