UAE ની પિચો પર અટકળ શક્ય નહીં: મિશ્રા

દુબઇ, તા.16: યૂએઇની પિચો સ્પિનરોને મદદગાર સાબિત થશે તેવું અનુમાન થઇ રહ્યંy છે. જો કે દિલ્હી કેપિટલ્સના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાનું માનવું છે કે આવી ભવિષ્યવાણી કરવી ઉતાવળી ગણાશે, કારણ કે હાલત તટસ્થ લાગી રહી છે. યૂએઇની પિચો બોલરોને કે બેટધરોને મદદગાર સાબિત થાય છે તે તો જેમ જેમ આઇપીએલ આગળ વધશે તેમ તેમ ખબર પડશે. હાલ એવું કહી શકાય નહીં કે અહીં સ્પિનરોને ફાયદો થશે. 36 વર્ષીય અમિત મિશ્રા આઇપીએલનો સફળ સ્પિન બોલર છે. તેણે 147 મેચમાં 1પ7 વિકેટ લીધી છે. પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સ સંબંધે મિશ્રાએ એવું કહ્યંy કે અમારી ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. ટીમમાં અનેક મેચ વિજેતા ખેલાડીઓ છે. અમારું પ્રથમ લક્ષ્ય પ્લેઓફમાં પહોંચવાનું છે. દિલ્હી કેપિટલ્સની ટીમ તેના આઇપીએલ અભિયાનનો પ્રારંભ રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમીને કરશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer